Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : લુપિન ફાઉન્ડેશન સપ્તાહ ઉજવણીના પ્રસંગે કોરોના વોરિયર્સનો સન્માન સમારંભ યોજાયો.

Share

તા. ૦૫/૧૦/૨૦૨૧ ના રોજ અંકલેશ્વરમાં આવેલી લુપિન કંપની હેઠળ લુપિન હ્યુમન વેલ્ફેર અને રિસર્ચ ફાઉન્ડેશનના વાર્ષિક ફાઉન્ડેશન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રકારની લોક કલ્યાણની પ્રવૃતિઓ જેવી કે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, કોરોના વેક્સિનેશનમાં સહાય તેમજ આજરોજ કોરોના વોરિયર્સ જેવા કે ગવર્મેન્ટ મેડિકલ ઓફિસર, મહિલા હેલ્થ વર્કર, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તથા પોલીસ કર્મચારીઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, ભાજપાના પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, જિલ્લા આરોગ્ય ઓફિસર જે. એસ. દુલેરા તથા લુપિન કંપનીના સાઈટ હેડ પ્રવિણદાન ગઢવીની હાજરીમાં યોજાયો.

આ પ્રસંગે નેત્રંગ તાલુકાના ગાલિબા ગામ ખાતે આવેલ માધ્યમિક શાળાના શૈક્ષણિક પ્રકલ્પનું પણ ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ તથા લુપિન કંપનીના સાઈટ હેડ પ્રવિણદાન ગઢવી દ્વારા ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

એન.પી.એસ ના સ્થાને જૂની પેન્શન યોજના અમલી કરવા તારીખ 30/ 6 /2021 ના રોજ ટવીટર અભિયાનમાં જોડાવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આહવાન.

ProudOfGujarat

અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા પાંચમા લાપસી મહોત્સવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!