Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ.

Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૧૮/૦૭/૨૦૨૨ થી પ્રારંભાયેલી ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની જાહેર પરીક્ષાઓનો નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આ પરીક્ષા સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે પ્રથમ દિવસે સવારે ધોરણ-૧૦ માં બેઝિક ગણિત વિષયની પરીક્ષા માટે નોંધાયેલા કુલ-૧૦૭૩ વિદ્યાર્થીઓ પૈકી ૮૭૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૨૦૧ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં.

તેવી જ રીતે, સવારે ધોરણ-૧૨ (HSC) વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયની પરીક્ષામાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ-૧૨ વિદ્યાર્થીઓ પૈકી ૧૦ ની હાજરી અને ૦૨ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ દ્વારા દેવામાફી મુદ્દે ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવાયા.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક વહેલી સવારે કોલસી ભરેલ ટ્રક માં ભીષણ આગ ના પગલે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…………

ProudOfGujarat

રક્તદાન શિબિરનું આયોજન વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલ ખાતે કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!