Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : કવાંટ તાલુકાના સૈડીવાસણ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરાયું.

Share

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા સૈડીવાસણ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલી વંદે ગુજરાત વિકાસ રથયાત્રા આવી પહોંચતા ગામના નાગરિકો અને આગેવાનો દ્વારા રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજયમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાનું રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ થીમ પર આયોજીત કરવામાં આવેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા રાજયના ગામે ગામ ફરીને લોકોને સરકારી યોજનાઓ અંગે માહિતી પુરી પાડી રહી છે.

છોટાઉદેપુર જિલ્લામાં પણ ગત તા. ૦૫/૦૭/૨૦૨૨ના રોજ સંખેડા ખતેથી રાજયના અન્ન અને નાગરિકો પુરવઠો તથા ગ્રાહક સુરક્ષાની બાબતોના રાજયમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા વંદે વિકાસ યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. છોટાઉદેપુર જિલ્લાની તમામ જિલ્લા પંચાયત બેઠકને આવરી લેતી આ વંદે ગુજરાત રથ યાત્રા કવાંટ તાલુકાના સૈડીવાસણ ગામે આવી પહોંચતા ઉપસ્થિત ગ્રામજનો અને આગેવાનો દ્વારા રથયાત્રાનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

કવાંટના સૈડીવાસણ ગામે આવેલી રથયાત્રાના સ્વાગત બાદ પ્રાથમિક શાળા ખાતે રથના રોકાણ સમયે વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ નામની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વંદે ગુજરાત ગાન પણ વગાડવામાં આવ્યું હતું. વિકાસ યાત્રા દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ અને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ભરૂચ : માસ્ક ધારણ ન કરવા અંગે રૂ.1000 નો દંડ કરવા અંગે ભરૂચ જીલ્લા કલેકટર મારફતે રાજયપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યકિતને નવજીવન આપી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ

ProudOfGujarat

ભરૂચ : પ્રોહી મુદ્દામાલ ઇંગ્લીશ દારૂનો નાશ કરતી જંબુસર ડિવિઝન પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!