Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરના કલ્યાણનગર નવી નગરીમાં ગંદકીનું સામ્રાજય.

Share

વડોદરા શહેરના કલ્યાણનગર નવી નગરીમાં ગટર ઉભરાતી હોવાના કારણે ગંદકીના ઠર જામેલા છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. પાણીજન્ય રોગના કારણે ઘેર-ઘેર માંદગીના ખાટલા મંડાયા છે.

કલ્યાણનગર નવી નગરીના રહીશો દ્વારા કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે. સાફ-સફાઈના અભાવે લોકો પાણીજન્ય રોગના શિકાર બની રહ્યા છે. કોર્પોરેશનનું સંબંધિત તંત્ર કલ્યાણનગર નવી નગરીના વસાહતોની સમસ્યા સાંભળી સત્વરે નિકાલ લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જો સત્વરે ગંદકીની સમસ્યા દૂર નહીં થાય તો વસાહતના રહીશો અનેક ગંભીર બીમારીઓનો શિકાર બનશે તેવી સંભાવના નકારી શકાય એમ નથી.

Advertisement

Share

Related posts

વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરના માંડવા ગામે દારૂના નશામાં ત્રણ મિત્રો વચ્ચે ઝઘડો થતાં બે ઈજાગ્રસ્ત થયા : એકનુ કરુણ મોત.

ProudOfGujarat

ભરૂચના તવરા રોડ પર ગંભીર અકસ્માત: બેકાબૂ કારે બાઇકોને મારી જોરદાર ટક્કર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!