Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાની વિધવા યુવતીને તેના પ્રેમીએ માર મારતા ફરિયાદ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક પરિણિત યુવતી બે સંતાનોની માતા બન્યા બાદ તેના પતિનું અવસાન થયું હતું. પતિના અવસાન બાદ આ વિધવા યુવતી બાળકો સાથે પિયરના ગામે રહીને મજુરી કામ કરીને ગુજરાન ચલાવતી હતી. થોડા સમય બાદ આ યુવતીને તેના પતિના એક મિત્ર સાથે પ્રેમ સંબંધ બંધાતા તેઓ રાજીખુશીથી બીજા ગામે રહેવા આવી ગયેલ. ત્યારબાદ યુવતીનો પ્રેમી યુવતી પર શક રાખતો હોવાથી યુવતી તેના પિયરના ગામે રહેવા જતી રહી હતી. દરમિયાન ગત તા. ૨૨ મીના રોજ આ યુવતીનો પ્રેમી સુનિલ તડવી રાતના અગિયારેક વાગ્યાના સમયે મોટરસાયકલ લઇને યુવતીના ઘરે આવ્યો હતો, અને તું અહિયાં કેમ રહે છે મારી સાથે કેમ આવતી નથી, એમ કહીને ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારે યુવતીએ તેને જણાવેલ કે તમે મારા પર ખોટો શક રાખીને મને માર મારો છો. આ સાંભળીને સુનિલ ઉશ્કેરાઇ ગયો હતો અને યુવતીના વાળ પકડીને ધિકાપાટુનો માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ સુનિલે ચુલા પાસે પડેલ લોખંડની તવી યુવતીને કપાળ નજીક અછરતી મારતા ચામડી ફાટી જઇને લોહી નીકળવા લાગ્યુ હતું. ઘરના તેમજ ફળિયાના લોકો ભેગા થઇ જતા સુનિલ, તુ હવે પછી મારી સાથે નહિ આવે તો તને જાનથી મારી નાંખીશ, એમ ધમકી આપીને ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ યુવતીને સારવાર માટે લઇ જવામાં આવી હતી. યુવતીની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે સુનિલ કંચનભાઇ તડવી, રહે. ઉમલ્લા, તા.ઝઘડિયાના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભાવનગર ના ઘોઘા તાલુકા ના કણકોટ ગામમાં ઢોર માર મારી યુવાનની કરી હત્યા …

ProudOfGujarat

WRPF ગુજરાત સ્ટેટ આયર્ન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026માં RS ફિટનેસ ભરૂચનો દબદબો : ખેલાડીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલની વર્ષા કરી, ભરૂચનું ગૌરવ વધાર્યું

ProudOfGujarat

પંચમહાલ LCBની ટીમે ટાટાસુમો ગાડીમાં કતલખાને લઇ જવાતા પાંચ ગૌવંશને બચાવ્યા. એક ઇસમની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!