મહેમદાવાદ તાલુકાના રુદણ, સરસવણી, મોદજ થઇ જિર રાસ્કા વિયર તાલુકાની મુખ્ય કેનાલ પસાર થાય છે. થોડા દિવસથી આ કેનાલમા દુષિત પાણી આવતા જિલ્લા કલેક્ટરને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાણ કરવામાં આવી હતી. જેને લઈને મહેમદાવાદ મામલતદાર સિંચાઈ વિભાગના કર્મચારીઓ અને પોલીસ સાથે રહીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદી જે અમદાવાદના કેટલાય વિસ્તારોને પાણી પૂરું પાડે છે. પરંતુ મહેમદાવાદના જીંજર નજીક આવેલ રાસ્કા વિયરમાં દૂષિત પાણી દેખાતા અમદાવાદને પૂરું પાડતો આ પ્લાન્ટ ત્રણ દિવસથી બંધ રાખવામાં આવ્યો છે. આજે જીપીસીબી, કલેકટર, એસડીએમ, એસપી, મામલતદાર તપાસ માટે પહોંચ્યા હતાં. આ પહેલા પણ જીપીસીબીએ પાણીના સેમ્પલ એકત્રીકરણ કર્યા હતાં અને તપાસ અર્થે મોકલ્યા છે. આજે પાણીના સેમ્પલનો રિપોર્ટ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જ્યાં સુધી પાણીનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી રાસ્કા વિયરનો પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ બંધ રાખવામાં આવ્યો છે. અમદાવાદ વાસીઓને પાણીની તકલીફ ન પડે તે હેતુસર વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ