Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાના રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઇ રહેતા હાલાકી.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપલા રેલવે લાઇન પર આવતા ગામોને જોડતા રસ્તાઓ પર ગરનાળા બનાવેલા છે. ઘણા ગરનાળાઓમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાઇ રહેતું હોઇ ગ્રામ્ય જનતાને આવજાવ કરવામાં તકલીફ ભોગવવી પડે છે. લાંબા સમયથી આ સમસ્યા પ્રવર્તમાન હોવા છતાં તેના નિવારણ માટે કોઇ સઘન પગલા ભરાતા નથી, તેથી જનતાની હાલાકિ યથાવત રહે છે. આ ગરનાળાઓ પૈકી કેટલાક ગરનાળાઓમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાઇ રહેતું હોઇ તેના નિકાલ માટે કોઇ અસરકારક આયોજન કરવાની જરૂર છે. ત્યારે રેલવે દ્વારા તાકીદે આ બાબતે યોગ્ય પગલા લેવાય તે ઇચ્છનીય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

મહિસાગરના એસપી ઉષારાડાએ એવુ તે શુ કર્યુ ? જાણો વધુ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામના જયંતિભાઈ આહીર બી.એસ.એફમાંથી નિવૃત થઈ વતન પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું

ProudOfGujarat

રોટરેક્ટ ક્લબ ઓફ નર્મદા નગરીનો પાંચમો સ્થાપન સમારોહ “ઉદગમ” ઓનલાઈન ઝુમના માધ્યમ દ્ધારા યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!