Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજીવન કેદની સજા ભોગવતા ઝઘડિયાના ફરાર કેદીને ઝડપી પાડતી ભરૂચ પેરોલ ફર્લોની ટીમ.

Share

ભરૂચ પેરોલ ફ્લોની ટીમે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા ફરાર કેદીને ઝડપી લીધો હતો. આ અંગે મળતી વિગતો મુજબ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી અશોક ભીખાભાઇ વસાવા રહે.હનુમાન ફળિયું ઝઘડિયાનાને ગત તા.૧૫- ૭ -૨૨ નારોજ વચગાળાના જામીન મંજુર થતાં તા.૧૬- ૭ ના રોજ જામીન રજા પર છુટો કરેલ હતો, આ ઇસમને તા.૩૧-૭-૨૨ નારોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતું તે હાજર ન થતાં ફરાર થયેલ હતો. દરમિયાન ભરૂચ પેરોલ ફ્લોની ટીમને ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળ્યા મુજબ આ ઇસમને ઝઘડિયા ખાતે તેના ઘરેથી તા.૩-૮-૨૨ ના રોજ હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો. આ ઇસમ ઝઘડિયા પોલીસ મથકે નોંધાયેલ ગુનાના આરોપસર વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

RBI એ લોન્ચ કર્યું નવું પોર્ટલ, હવે લોન લેવી બનશે વધુ સરળ

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલીની પનોરમા એરોમેટીકલ્સ કંપનીમાં બ્લાસ્ટ યુનિટ પ્લાન્ટ 2માં ડિસ્ટીલેશન કોલમ બ્રેક થતા ઘટના બની

ProudOfGujarat

મરાઠી પ્રાથમિક શાળા, વ્યારાના વિદ્યાર્થીઓને તિથી ભોજન કરવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!