Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા અને માંડવી ખાતે આદિવાસી દિવસ ની ઉજવણી થશે.

Share

વાંકલ – સુરત જીલ્લામાં ઉમરપાડા અને માંડવી ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને ટ્રાયબલ સબ પ્લાનના સંયુક્ત ઉપક્રમે તા.૯/૮/૨૦૨૨ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે

માંડવી ખાતે સવારે ૧૦.૦૦ વાગે નગરપાલિકા રિવર ફ્રન્ટ ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ ભાઈ મોદી, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારા સભ્ય આનંદભાઈ ચોધરી, જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ ગીતાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ હીનાબેન વસાવા, ચેરમેન બાંધકામ સમિતિ રોહિતભાઈ પટેલ, માંડવી નગરપાલિકા રેખાબહેન વશી ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર માટેના વિકાસલક્ષી નૂતન અભિગમો અને મેળવેલી સિદ્ધિઓ અંગે માર્ગદર્શન આપશે.

Advertisement

જ્યારે ઉમરપાડા ખાતે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ખાતે સવારે ૧૦.૦૦ વાગે આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવશે. જેમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, પૂર્વમંત્રી અને ધારાસભ્ય ગણપતિસિંહ વસાવા, જીલ્લા પંચાયત કારોબારી સમિતી ચેરમેન રાજેન્દ્રભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, માંગરોળ પ્રમુખ તાલુકા પંચાયત ઉમરપાડા શારદાબેન ચોધરીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ આદિવાસી દિવસ ઉજવણી કાર્યક્રમમાં આદિવાસી ભાઈબહેનો અને યુવાનોને ઉપસ્થિત રહેવા જીલ્લા કલેકટર આયુષ ઓક અને પ્રાયોજના વહીવટદાર માંડવી વી.જી.પટેલ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

કેમ 21 વખત પરશુરામે પૃથ્વી પરથી કર્યો હતો ક્ષત્રિય કૂળનો નાશ? વાંચો રોચક કથા…

ProudOfGujarat

ભરૂચ : લલ્લુભાઇ ચકલાથી જુનાબજાર સુધી નાંખવામાં આવતી પાણીની પાઇપલાઇનનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવા સ્થાનિક રહીશો દ્વારા વિરોધ.

ProudOfGujarat

વડોદરાના સયાજીગંજમાં ગાંજા સાથે બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!