Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી, કચરાપેટીમાંથી બાયોમેડિકલ વેસ્ટ ગાય ખાતી નજરે પડી.

Share

વડોદરા ખાતે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં એસ.એસ.જી હોસ્પિટલ કંપાઉન્ડમાં આવેલ કચરા પેટીમાંથી ઉભરાયેલ બાયોમેડિકલ વેસ્ટ ગાય ખાતી હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, હોસ્પિટલ કંપાઉન્ડમાં જ જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરી જે તે જગ્યા એ નાખવામાં આવતા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સ્થાનિકો સેવી રહ્યા છે.

એસએસજીની અંદરની કચરાપેટીમાં બાયોમેડિકલ વેસ્ટ ખાતી ગાયનો વિડિયો સામે આવતા હોસ્પિટલ તંત્ર સામે સવાલો ઉભા થયા છે, આખરે આટલા મોટા પ્રમાણમાં બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો કોણે અને કોના કહેવા પર આ રીતે જાહેરમાં ઠલવાય છે તેવા સવાલો પણ તંત્ર સામે ઊભા થઈ રહ્યા છે, જાહેરમાં જ હોસ્પિટલ પરિસરમાં રોડ પર બાયોમેડિકલ વેસ્ટ પડી રહ્યો છે જે બાયોમેડિકલ વેસ્ટ ગાયો ખાઇ રહી છે અને ગંભીર બીમારી થાય તેવી સ્થિતિનું સર્જન થઈ શકે છે.

Advertisement

Share

Related posts

સુરત : આજથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં ધો.10 તથા ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળીને 1,63,330 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

ProudOfGujarat

કરજણ તાલુકા સેવાસદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી હાથ ધરાઇ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં શુકલતીર્થ પાસેથી નર્મદા નદીમાં ડૂબી જતાં યુવકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!