Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલાના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે ભરતીમેળામાં પસંદગી પામેલા ૯૦૫ ઉમેદવારોને નિમણૂંક-કરારપત્રો એનાયત કરાયાં.

Share

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં રોજગાર એપ્રેન્ટિસશિપ નિમણૂંક-કરારપત્રો એનાયત કરવાના રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત રાજપીપલાના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના અઘ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લામાં અત્યાર સુધી યોજાયેલા ૨૩ જેટલાં વિવિધ ભરતી મેળાઓમાં પસંદગી પામેલા ૯૦૫ જેટલા ઉમેpવારોને નિમણૂંક-કરાર પત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.
જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ કાર્યક્રમમાં ઉપસ્થિત નવયુવાનોને સંબોધતા જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર યુવાનોના રોજગાર માટે નવી તકો ઉભી કરવા સતત ચિંતા કરી રહી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ૧ લાખ યુવાનોને રોજગારી પુરી પાડવાના કરેલા સંકલ્પના પરિણામે છેલ્લા પાંચ મહિનામાં શ્રમ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં ૨૩ જેટલાં ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૦૫ ઉમેદવારોની નોકરી અને એપ્રેન્ટિસશીપ માટે પસંદગી કરાઇ હતી. જે તમામ યુવાનોને અહીંથી તેમના નિમણૂંક તેમજ કરાર પત્રો એનાયત કરવામાં આવી રહ્યાં છે,આ “અનુબંધમ” વેબ પોર્ટલમાં નર્મદા જિલ્લાના ૩,૯૫૪ ઉમેદવારો તથા ૨૧૬ નોકરીદાતાઓ આજની તારીખે નોંધાયેલા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા છેલ્લા ૫ (પાંચ) વર્ષમાં વર્ષ ૨૦૧૭-૨૦૧૮ થી વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન કુલ-૨૦,૬૯૧ યુવાનોને રોજગારી આપવામાં આવેલ છે, જે પૈકી કુલ-૧૯૦ જેટલાં ભરતીમેળાના આયોજન થકી અત્યાર સુધીમાં કુલ-૧૭,૫૧૪ યુવાનોને રોજગારી આપવામાં આવેલ છે. જ્યારે રાજ્યના યુવાનોની કોલ સેન્ટરના માધ્યમથી કોઈપણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી તથા સરકારી યોજનાની માહિતી ટેલીફોનિક માધ્યમથી મેળવી શકે તે માટે દેશમાં સૌપ્રથમ વખત “રોજગાર સેતૂ” પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે, જેનો નર્મદા જિલ્લામાં આજદિન સુધીમાં ૧૨૬ જેટલાં યુવાનોએ લાભ લીધો છે.

આ પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત એ યુવનોનો દેશ છે. ભારત વર્ષની સમૃધ્ધિ અને પ્રગતિ માટે યુવાનોની સતત ચિંતા કરનાર વડાપ્રધાનp નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોના રોજગાર માટે અસંખ્ય યોજનાઓ અમલમાં મુકી છે. આ યોજનાઓ થકી યુવાનોને વિવિધ ક્ષેત્રે કામ કરવાની તક મળી રહે છે, તેમ પણ તેઓએ ઉમેર્યું હતું.

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૧૪ ઉમેદવારોને પ્રતિકાત્મક રીતે રોજગાર/ એપ્રેન્ટીસશિપ નિમણૂંક પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમ બાદ રાજ્યકક્ષાના કાર્યમનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું.

Advertisement

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

વાંકલ માં ડ્રોન કેમેરા ની મદદ થી પોલીસે જાહેર નામા નો ભંગ કરનાર બે ઈસમો ને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં મેધરાજાની તોફાની બેટિંગ : વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

ભરૂચ : કોલેજ રોડ પર નવા બ્રિજ નીચે મોટું કન્ટેનર ફસાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!