Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દેરોલ ખાતે ધી WBVF બચત અને ધિરાણ મંડળીની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

Share

ભરૂચના દેરોલ ખાતે ધી WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લી. ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સભસદોને શેર સર્ટિફિકેટ અને બેન્ક પાસબુક આપવામાં આવી હતી.

વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશન એ એક સામાજિક સંસ્થા છે.જે આંતરરાષ્ટ્રીય સ્થળે કાર્ય કરી રહી છે. સંસ્થા દ્ધારા સંચાલિત ધી WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લી. ભરૂચની સ્થાપના સમાજના સ્તરને ઊંચુ લાવવા કરવામાં આવી છે. જેની પ્રથમ વાર્ષિક સાધારણ સભા દેરોલ ગામે રાખવામાં આવી હતી. મંડળીના પ્રમુખ ઉસ્માનભાઈ પટેલ એ બોલતા કહ્યુ હતુ કે સમાજના લોકો દિન પ્રતિદિન વ્યાજના ખપ્પરમાં હોમાઈ રહી છે. સમાજના લોકોને વ્યાજના ચક્કરમાંથી બહાર કાઢવાની આપણા સૌની જવાબદારી છે. આપણી બચત અને ધિરાણ મંડળીને આપણે સધ્ધર બનાવીને સમાજના આર્થિક રીતે નબળા લોકોને વગર વ્યાજની લોન આપી સહભાગી બનીશુ.

આ પ્રસંગે મહમદભાઈ લાલાએ ૫૦૦૦ હજાર સભાસદો બનાવવા પર ભાર મુક્યો હતો. ઉપસ્થિત સભાસદોને શેર સર્ટિફિકેટ અને બેન્ક પાસબુક અર્પણ કરવામાં આવી હતી. સૌથી વધુ સભાસદ બનાવનાર કોલવણાના યાકુબ ઉઘરાદારનું ખાસ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ તબક્કે ઈકબાલભાઈ પાદરવાલા, ઉપ પ્રમુખ ઈંદ્રિશભાઈ કાઉજી, સેક્રેટરી રફીક પટેલ, સલીમભાઈ અમદાવાદી, ઈદ્રિશભાઈ સરનારાવાલા, ફારૂકભાઈ સબરજીસ્ટ્રાર, નાસિરભાઈ પટેલ, હનીફભાઈ, મેહફુઝાબેન સહિત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા હાઈવે પર ગાડી અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

ProudOfGujarat

ભરૂચનાં લુવારા ગામ ખાતે નવીનગરી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, હજારોના મુદ્દામાલ સાથે 7 ની ધરપકડ

ProudOfGujarat

અમદાવાદ જીલ્લાના વનથળધામ ખાતે શ્રી સદગુરૂ વંદના જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!