Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના વણાકપોર ગામની યુવતીનું ઝેરી દવા પી લેતા મોત.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામની ૧૮ વર્ષીય યુવતીનું ઝેરી દવા પી લેતા તેનું કરુણ મોત નીપજ્યુ હતું. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ વણાકપોર ગામે રહેતી મહિમાબેન હરેશભાઇ વસાવા નામની ૧૮ વર્ષીય યુવતીએ ગતરોજ તા.૨૧ મીના રોજ વાડીમાં કોઇ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ યુવતીને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી. ત્યાંથી તેને વધુ સારવારની જરુર જણાતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોકટરે તેને તપાસીને મરણ પામેલ જાહેર કરી હતી. આ અંગે રાજપારડી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વણાકપોર ગામની આ ૧૮ વર્ષીય યુવતીનું ઝેરી દવા પી લેવાના કારણે કરુણ મોત નીપજતા ગામમાં માતમનો માહોલ ફેલાયો હતો. યુવતીએ કયા કારણસર ઝેરી દવા પી લીધી તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર: લીંબડી ખાતે આજે ગોકુળ આઠમની રથયાત્રા નીકળી

ProudOfGujarat

મધર્સ ડે ની ઉજવણી માત્ર દેખાડો : રાજપીપળા પાસેના ગામમાંથી ઘરમાંથી તરછોડાયેલી વૃદ્ધ માતાની મદદે કોણ આવ્યું…??

ProudOfGujarat

સુરતમાં મકાન માલિકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપતા યુવકની હત્યા કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!