Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વેરાકુઈ ખાતે જલારામ જયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ.

Share

માંગરોળ તાલુકાના વેરાકુઈ ખાતે જલારામ જયંતિ મહોત્સવની ઉજવણી કરાતા ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કોરોનાના બે વર્ષ બાદ જલારામ જયંતિની આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. વેરાકુઇ ગામ વાંકલથી સાત કિમી દૂર આવેલું છે. આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ભકતજનો ઉમટી પડ્યા હતા. ભકતજનો એ જલારામ બાપાના દર્શન કર્યાં હતા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ તકે વેરાકુઈ ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિબેન મૈસુરિયા, જલારામ મંદિરના સ્થાપક સ્વ. નાનુભાઈ ગામીતના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો એ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : જીઆઇડીસી ની ખાનગી કંપનીમાં તસ્કરો ત્રાટકયા, લાખોની ચોરીને અપાયો અંજામ,પોલીસે વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

ધ કિંગ ઓફ એક્શન પાછો આવ્યો છે — ટાઇગર શ્રોફે બાગી 4 નું ધમાકેદાર ટીઝર રિલીઝ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!