Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં બુટલેગરો સામે પોલીસની તવાઇ-ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ.

Share

અંકલેશ્વર શહેર પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ રોડ ઉપર મુબિન સોસાયટીમાં આવેલ મિતા એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતો જુનેદ ઉર્ફે સેકલીન શેખ નાએ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરતો હોય પોલીસે સ્થળ ઉપર દરોડા પાડયા હતા.

અંકલેશ્વર શહેર પોલીસે મકાનમાં તલાશી લેતા મકાનમાં સંતાડવામાં આવેલ ભારતીય બનાવટના શરાબના જથ્થાના કુલ ૬ જેટલા બોક્ષમાંથી કુલ ૭૯ બોટલ મળી કુલ ૩૧,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી જુનેદ ઉર્ફે સેકલીન શેખ નાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

આમોદના ઇખર ગામે 92 વર્ષીય પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો, સગા પુત્રની અટકાયત : બળેલી હાલતમાં મળી આવેલા મહમ્મદ યુસુફના મૃતદેહના કેસમાં પુત્ર મુસ્તાક બાડિયાની સંડોવણી સામે આવી; આમોદ પોલીસે તપાસ તેજ કરી

ProudOfGujarat

ભરૂચના સોનેરી મહેલ ફિડર પર આજે વીજ કાપ

ProudOfGujarat

અંકલેશ્વરનાં પદમાવતી નગરમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!