Proud of Gujarat
Uncategorized

માસ્ટરના કેસરિયા-અંકલેશ્વર કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર મગન પટેલ ભાજપમાં જોડાયા.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મોસમ પુર જોશમાં જામી છે, રાજકીય દાવપેચને અજમાવવામાં તમામ પક્ષો કામે લાગ્યા છે, તેવામાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા વિસ્તારના કોંગી અગ્રણી મગન પટેલ(માસ્ટરે) થોડા કલાકો અગાઉ કોંગ્રેસમાંથી ટીકીટ વહેંચણી અને પાર્ટી વિચારધારા વિલિપ્ત થઇ ગઈ હોવાના આક્ષેપો સાથે પોતાનું રાજીનામું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણાને તેઓના સમર્થકો સાથે આવી સોંપ્યુ હતું.

મગન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યાના ગણતરીના સમયમાં ગાંધીનગરની દોડ મૂકી હોય તેમ તેઓએ આજે કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હાથે ભાજપનો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પર્વેશ કર્યો હતો, આમ કોંગ્રેસની વિચારધારાથી કંટાળેલા મગન માસ્ટર ગણતરીના સમયમાં ભાજપની વિચારધારામાં સમાઈ ગયા હોય તેવી ચર્ચાઓ જામી છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

ભરૂચ સાયબર ક્રાઈમ ટીમે ૨૧ અરજદારોને સાયબર ફ્રોડના ૯૩.૪૦ લાખ રૂપિયા પરત કર્યા

ProudOfGujarat

સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના અધ્યસ્થાને ભરૂચ ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ

ProudOfGujarat

પતિએ જ પત્નીનું ગળું કાપી નાખ્યું એ પણ રોડની વચ્ચે…. સોશ્યલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!