Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ટેકનોલોજીના ઉપયોગથી ચૂંટણી પ્રચાર કરાશે.

Share

નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ ડિજિટલ ઇન્ડિયાની થીમ પર ખાસ રોબોટ દ્વારા પ્રચાર-પ્રસાર કાર્યો આરંભી
દીધા છે. લોકો પણ આ રોબોટને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. આ વખતે ઉમેદવારો પ્રચાર-પ્રસાર માટે અવનવી ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે અને એમાંય ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે, એ સપનાને સાકાર કરવા માટે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈના ચૂંટણીપ્રચારમાં ડિજિટલ રોબોટ ટેક્નિકનો અ અભિગમ અપનાવવામાં આવી રાયો છે. આ ડિજિટલ રોબોટ દ્વારા ભાજપના નડિયાદ વિધાનરાભાના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને લોકો પણ આ રોબોટને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

આ રોબોટમાં સાઉન્ડ સિસ્ટમથી વિકાસલક્ષી કામોની માહિતી પ્રજા સુધી પહોંચાડશે ઉમેદવાર પંકજ દેસાઇએ જણાવ્યું કે, અમારા આઈટી સેલના પ્રમુખ મધ્યઝોનના હર્ષિલભાઈ દ્વારા આ રોબોટ તૈયાર કરી અહીં લાવવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે હાઇટેક પ્રચાર પ્રસારનું સ્વપ્ન છે તે માટે ખાસ આ ખાસ રોબોટ તૈયાર કરાવવામાં આવ્યો છે. આ રોબોટ લોકો વચ્ચે ફરી પેમ્પ્લેટ આપશે અને આ રોબોટમાં ખાસ સાઉન્ડ સિસ્ટમ રહેવાથી નડિયાદ વિધાનસભામાં થયેલા વિવિધ વિકાસલક્ષી કામોની પ્રજા સુધી માહિતી પહોંચાડશે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ નો એવોર્ડ સમારોહ યોજાયો.

ProudOfGujarat

ગુજરાતમાં કૃષિ, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધશે, લાયસન્સ કરાયા ઈસ્યુ

ProudOfGujarat

નબીપુરમાં એક્ટિવામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!