Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા ગેંગરેપ પ્રકરણમાં પાંચ આરોપીઓને 20 વર્ષની કેદની સજા કરાઇ.

Share

ડેડીયાપાડાના ચકચારી ગેંગ રેપ પ્રકરણમાં પાંચ આરોપીઓને 20 વર્ષની કેદની સજાનો હુકમ નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ કોર્ટે ફટકારતા ચકચાર મચી જ્વા પામી છે. જેમાં દરેક આરોપીને 50 હજાર રૂ. નો આકરો દંડ અને ભોગ બનનારને 7 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) અંકીત કુમાર સતિષભાઈ તડવી, ઉ.વ.૧૯ રહે.ડેડીયાપાડા થાણા ફળીયું તા.ડેડીયાપાડા જી.નર્મદા, (૨) આકાશકુમાર અશોકભાઈ વસાવા, ઉ.વ.૧૯રહે.ડેડીયાપાડા પારસી ટેકરા તા.ડેડીયાપાડા જી.નર્મદા, (૩) રાહુલકુમાર ઉર્ફે આર.જે.છગનભાઈ વસાવા, ઉ.વ.૨૬ રહે.ડેડીયાપાડા પારસી ટેકરા, તા.ડેડીયાપાડા જી.નર્મદા,(૪)રવિકુમાર ઉર્ફે બુગી અતુલભાઈ પટેલ, ઉ.વ.૨૨ ૨હે.ડેડીયાપાડા પારસી ટેકરા,તા.ડેડીયાપાડા જી.નર્મદા, (૫)રાહુલભાઈ ઉર્ફે નાનુ જયેશભાઈ સોલંકી, ઉ.વ.૨૫ રહે.ડેડીયાપાડા નવી નગરી તા.ડેડીયાપાડા જી.નર્મદાને ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૭૬(ડી), ૩૭૬(૨)(એન), ૫૦૬(૨), ૩૨૩ તથા પોકસો અધિનિયમ કલમ ૪,૬,૧૭ તથા
એટ્રોસીટી એકટ ૩(૧)(આર)(ડબલ્યુ),૩(૨)(૫) મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની કાર્યવાહીમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી એડી.સેસન્સ જજ એન.એસ.સીદીકીએ આરોપીને ગુનાહેઠળ તકસી૨વા૨ ઠેરવી ૨૦ વર્ષની કેદની સજા તથા પ્રત્યેક આરોપીને રૂ.૫૦,૦૦૦/– ભોગ બનનારને આપવાનો દંડની સજા તેમજ દંડ ન ભરે તો વધુ સજાનો હુકમ ફરમાવેલ છે. તેમજ જીલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા વિકટીમ કમ્પન્સેશન સ્કીમ અંતર્ગત ભોગ બનનારનેરૂ.૭ લાખની કાનુની સહાય ચુકવવા આદેશ કરેલ છે.

આ બનાવની વિગત મુજબ ભોગ બનનારને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર કાર્તિકભાઈ સોમાભાઈ વસાવાનો બારોટ હાઈસ્કુલ પાછળ પી.ડબ્લ્યુ.ડી.ના મકાન પાસે મળવા માટે બોલાવે છે. તેમ કહી ભોગ બનનારને પી.ડબ્લ્યુ.ડી.ના જુના મકાનના પ્રથમ માળે રૂમમાં પાથરણા પર બળજબરીથી ભોગ બનનારની મરજી વિરુધ્ધ શરીર સબંધ બાંધી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ધામણ ખાડીએ ઝાડી ઝાખરામાં લઈ જઈ તગરીઓની ઝાડીઓમાં આરોપી આકાશકુમાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ભોગ બનનારને આરોપી રાહુલકુમારના ખેતરે ખાટલા પર ધાક ધમકીઓ આપી લઈ જઈ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર તથા આરોપીઓ ભોગ બનનારની મરજી વિરુધ્ધ વારફરતી શરીર સબંધ બાંધી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરના વાળ ખેંચી તથા આરોપી રાહુલકુમારે લાફો મારી ભોગ બનનાર અનુસુચિત જનજાતિના હોવાનું જાણવા છતાં ભોગ બનનારની મરજી વિરુધ્ધ અલગ–અલગ જગ્યાએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી શરીર સંભોગ કરીસામુહિક બળાત્કાર કરી ગુન્હો કરેલ તે મુજબની ફરીયાદ આપેલી.આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે ફરીયાદ પક્ષે સાહેદો, સાયન્ટીફીક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મૌખિક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૭૬(ડી), ૩૭૬(૨)(એન), ૫૦૬(૨), ૩૨૩ તથા પોકસો અધિનિયમ કલમ ૪,૬,૧૭ તથા એટ્રોસીટી એકટ ૩(૧)(આર)(ડબલ્યુ),૩(૨)(૫) મુજબના ગુના સબબ તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની કેદની સજાફટકારી છે.તથા પ્રત્યેક આરોપીને રૂ.૫૦,૦૦૦/–નો દંડ ભોગ બનનારને આપવાની સજા તેમજ દંડ ન ભરે તો વધુ સજાનો હુક ફરમાવેલ છે. તેમજ જીલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા વિકટીમ કમ્પન્સેશન સ્કીમ અંતર્ગત ભોગ બનનારને રૂ.૭ લાખની કાનુની સહાય ચુકવવા આદેશ કરેલ છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

આદિવાસી સમાજના હક્કો માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સરકારને ઘેરાવ કરશે.

ProudOfGujarat

ભરૂચ ના સોન તલાવડી વિસ્તાર માં પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખતા ભારે ખળભળાટ મચ્યો હતો…

ProudOfGujarat

જિલ્લા પ્રભારી સચિવશ્રી હૈદરના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની મળેલી બેઠક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!