Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : નમકીનની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

Share

કપડવંજ જીઆઇડીસી વિસ્તારના પ્રગતિ એસ્ટેટમાં આવેલી નમકીન બનાવતી ફેક્ટરીમાં રાત્રે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જેમાં ચવાણાની ફેક્ટરીમાં રહેલ કાચો તેમજ પાકો માલ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

ફાયર બ્રિગેડ દ્વારા ૪ કલાકની ભારે જહેમત દરમિયાન ૧૫ ટેન્કર પાણી છાંટવામાં આવ્યું હતું. ફેક્ટરીનું ગોડાઉન, મશીનરી અને કાચો તેમજ તૈયાર માલ બળીને ભસ્મિભૂત થઈ ગયો હતો. રાત્રિનો સમય હોવાથી ગોડાઉન બંધ કરેલું હતું જેના કારણે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી તો ગયા, પરંતુ પાણીનો મારો આગ પર માટે જેસીબીની મદદ વડે ગોડાઉનની દિવાલ અને શટર તોડી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ફેક્ટરીના માલિકના જણાવ્યા અનુસાર આશરે ગોડાઉન મશીનરી અને માલ સહિતની સામગ્રી સાથે લાખોનું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગોધરા ખાતે યોજાનારા આર્મી ભરતી મેળાની પૂર્વ તૈયારીઓ અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે વિશ્વ ટી.બી. દિન અંતર્ગત અવેરનેસ કાર્યક્રમ હાથ ધરાયો.

ProudOfGujarat

ભરૂચ : ધી મુસ્લિમ મેરેજ બ્યુરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વધર્મ સમુહ લગ્નનું કાર્યક્રમ જુમલા હોલમાં યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!