Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની ઊર્મિ શાળામાં ૧૨૨૫ ચોરસમિટરમાં રંગોળી બનાવી મતદાન કરવાનો સંદેશો અપાયો.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતાદન માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આરંભવા આવેલું અવસર અભિયાન વેગવંતુ બનવાની સાથે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પણ તેમાં સહભાગી બની રહી છે. આજે સમા વિસ્તારમાં આવેલા ઊર્મિ સ્કૂલ ખાતે વિશાળ રંગોળી દોરીને મતદાર જાગૃતિ માટે સંદેશો આપવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર તથા અવસરના નોડલ અધિકારી ડો.બી.એસ. પ્રજાપતિએ આ રંગોળી નિહાળી છાત્રોને બિરદાવ્યા હતા.

ઊર્મિ સ્કૂલના ૪૫ જેટલા છાત્રોએ ૧૨ કલાક સુધી લાગલગાટ મહેનત કરી ૩૫ બાય ૩૫ ક્ષેત્રફળ એટલે કે ૧૨૨૫ ચોરસ મિટરમાં આ રંગોળી આલેખી હતી. જેમાં રૂ. ૧૫ હજારના ખર્ચથી રેતીના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એથિકલ, એક્સીસીબલ, ઇન્ક્લુઝિવ અને સસ્ટેનબલ ચૂંટણીનો સંદેશો આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત, શાળામાં અભ્યાસ કરતા તમામ છાત્રોને લોકશાહી શાસનતંત્રમાં ચૂંટણી અને મતદાનનું મહત્વ સમજાવવા ખાસ તાસ લેવામાં આવ્યા હતા. છાત્રોના વાલીઓ ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં ખાસ મતદાન કરે એ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

Advertisement

જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર તથા અવસરના નોડલ અધિકારી ડો. બી. એસ. પ્રજાપતિ આજે સવારે આ રંગોળી નિહાળવા પહોંચી ગયા હતા. જ્યાં તેમણે છાત્રોની મહેનત અને કલાને બિરદાવી હતી. આ બન્ને અધિકારીઓએ શાળાના આચાર્ય અને સંચાલકો પાસેની સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટરોલ પાર્ટીસિપેશન (સ્વીપ) અંતર્ગત કરવામાં આવેલી પ્રવૃત્તિની જાણકારી પણ મેળવી હતી.

આ વેળા શાળાના સંચાલક રાધિકા નાયર, આચાર્ય માથુર, જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. સુધીર જોશી, નાયબ મામલતદાર અર્જુનસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ શહેરમાં નગરપાલિકા નજીક અંડરગ્રાઉન્ડ કેબલમાં ગઈ કાલના સવારે ૭:૪૦ કલાકે વીજ પુરવઠા માં ફોલ્ટ થતા ૨૪ કલાક થઈ ગયા બાદ પણ વીજ પૂરવઠો ન મળતા કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ

ProudOfGujarat

ગુજરાતમાં પાણીની ગંભીર સમસ્યા વચ્ચે જુના ભરૂચના મકાનોમાં બનેલા ભૂગર્ભ ટાંકા આશીર્વાદરૂપ બની રહ્યા છે…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં વાણિજયક અને ઉદ્યોગ સંબંધિત પ્રવૃતિઓ શરૂ કરવા કલેક્ટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને સમિતીનું ગઠન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!