Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેમદાવાદના બારોટવાડા પાસે ૫ વર્ષનો બાળક ટ્રોલી નીચે કચડાયો.

Share

મહેમદાવાદ શહેરના બારોટવાડા પાસે ટ્રેકટરના ચાલકે ઘર પાસે રમતા પાંચ વર્ષના બાળકને અડફેટે મારી અકસ્માત સર્જયો હતો. આ બનાવમાં ગંભીર
રીતે ઘવાયેલા બાળકનું સ્થળ પર મૃત્યુ થયુ હતુ. આ સમગ્ર બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ટ્રેકટરના ચાલક વિરૂધ્ધ ગુનો નોધ્યો છે. હાર્દિક ઉં.વ. ૫ શહેરના બારોટવાડા પાસે તેના ઘર આગળ રમતો હતો. તે સમયે એક ટ્રેકટરના ચાલકે પુરઝડપે હંકારી હાર્દિકને અડફેટે મારી અકસ્માત સર્જાયો હતો.જેથી ઘર આગળ રમતો હાર્દિક ટ્રેકટરની ટ્રોલીના પાછળના વ્હીલમાં આવી જતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર તેનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે પ્રભાતભાઇના દિકરા વિજય કરતા તેઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રવિવારે બપોરે ઘર પાસે રમતા પાંચ વર્ષના હાર્દિકને અડફેટે મારી ટ્રેકટરનો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ સ્થાનિક
પોલીસને થતા પોલીસ ટીમ બનાવ સ્થળે પહોંચી ટ્રેકટરના નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ધૈર્યરાજની જેમ ગડખોલના પાર્થને પણ 16 કરોડના ઇન્જેકશનની જરૂરિયાત સર્જાઇ : માતા-પિતા માંગી રહ્યા છે મદદ.

ProudOfGujarat

ભારત બંધના એલાનમાં ભરૂચ ના કોંગ્રેસી કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગો પર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો તો શહેર ના મોટા ભાગ ના વિસ્તારોમાં દુકાનો ના શટર મોડે સુધી બંધ રહેલા જોવા મળ્યા હતા..તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ની સ્થિતિ સર્જાતી જોવા મળી હતી…

ProudOfGujarat

બિહારના છપરાના પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થયેલ સ્પિરિટ બન્યું 40 લોકોના મોતનું કારણ, ઝેરી દારૂના કેસમાં ચોંકાવનારો ખુલાસો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!