Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : રાજપારડી વીજ કચેરી દ્વારા રેલી યોજી વીજ અકસ્માતોથી બચવા લોકોને જાગૃત કરાયા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે આઝાદીકા અમૃત મહોત્સવ અને વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની કચેરી ભરૂચના માર્ગદર્શન હેઠળ રાજપારડી વીજ કચેરીના કર્મચારીઓ દ્વારા વીજ સલામતીના સાધનો વાપરવા અંગે લોકોને જાગૃત કરવાના હેતુસર ગામમાં રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતુ. રાજપારડી કચેરીના ડી.ઇ. એ.વી.પાઠકે આયોજિત રેલી દરમિયાન લોકોને જાગૃત કરતા જણાવ્યું હતુ કે અમુક વખત વીજ અકસ્માતો સર્જાતા લોકોને ગંભીર ઇજાઓ પહોચતી હોય છે, અને અમુક કિસ્સાઓમાં જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે.

ત્યારે આવા અકસ્માતોના બનાવો ઘટાડવા લોકો પોતપોતાના નિવાસ સ્થાનો, ફેક્ટરી, દુકાનો, શોપિંગ કોમ્પલેક્ષ ખાતે એમ.સી.બી., ઇ.એલ.સી.બી., આર.સી.સી.બી., વિગેરે વીજ સલામતીના સાધનો ગોઠવી વીજ અકસ્માતો નિવારી શકે છે. ઉપરાંત લોકો પાણીવારા અથવા ભેજવાળા ભીના હાથે વીજ સ્વીચોનો ઉપયોગ કરવાનુ ટાળે, વિજ ટ્રાન્સફોર્મરથી દુર રહે, જીવતા વીજતારોનો સંપર્ક નહિ કરે, લોખંડના વીજપોલથી દુરી બનાવી રાખે, વધારે ઉંચાઇ ધરાવતા અને વધુ ઉંચાઇવાળી મશીનરીઓ લોડ કરી જાહેર માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પોતે લોખંડની પાઇપ વડે વીજતારો ઉંચા ના કરે તેમજ જો આવી પરિસ્થિતિ આવેતો નજીકની કચેરીનો સંપર્ક કરવો જોઇએ જેવી જરુરી બાબતો જણાવી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ રેલીમાં રાજપારડી વીજ કચેરીના અધિકારી એ.વી.પાઠક, જે.ઇ.કે.એમ.પટેલ,એસ.આર.પટેલ,તેમજ ટેકનિકલ સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓ જોડાયા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ગણતંત્ર દિન નિમિત્તે શહેરમાં અદભૂત લાઇટીંગનો ઝગમગાટ

ProudOfGujarat

પંચમહાલ : આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, નર્સોની મહેનતને સલામ છે.

ProudOfGujarat

રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા બદલ લોકસભા ના ખરડાનો”આવકાર સમારોહ”ભરૂચ ના સ્ટેશન ખાતે યોજાયો હતો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!