Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શ્રવણ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક નામનું ગ્રહણ લાગ્યું, વાહનોની લાંબી લાંબી કતારો જામતા અનેક લોકો અટવાયા.

Share

ભરૂચ જિલ્લામાંથી ટ્રાફિક નામનું ગ્રહણ હટવાનું નામ ના લેતું હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં પહેલ નેશનલ હાઇવે પરના સરદાર બ્રિજ પર ટ્રાફિક જામની વિકટ સમસ્યા હતી જે સમસ્યાનો વર્ષો બાદ કેબલ બ્રિજના નિર્માણ થકી અંત આવ્યો હતો, જોકે હવે એ જ પ્રકારની સમસ્યા શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં જોવા મળી રહી છે.

ભરૂચ-દહેજ માર્ગ પર આવેલ શ્રવણ ચોકડી વિસ્તારમાં દિવસ દરમિયાન સવારે અને સાંજે વાહનોનું પ્રમાણ વધવાના કારણે વિસ્તારમાં ભારે ચક્કાજામ જેવી સ્થિતિનું સર્જન થતું હોય છે. શ્રવણ ચોકડીથી મઢુલી સર્કલ અને શેરપુરા રોડ તરફના કિલોમીટરો સુધીના અંતરમાં અનેક વાહનો ટ્રાફિકના કારણે ફસાતા હોવાની ઘટના અવારનવાર સામે આવી રહી છે.

Advertisement

ઔધોગિક એકમો ધરાવતા દહેજ ખાતે કંપનીના કર્મચારીઓને લેવા આવતી લકઝરી બસના ચાલકો અને માલ વહન કરતા મસમોટા ટ્રકો રોડની સાઇડ ઉપર ગમ્મે ત્યાં ઉભા થઈ જતા હોવાના કારણે આ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા આ અંગે કોઇ નક્કર કામગીરી કરી અવારનવાર સર્જાતી આ પ્રકારની ટ્રાફિકની સ્થિતિમાંથી લોકોને છૂટકારો મળે તે અંગે યોગ્ય પગલા ભરવા જરૂરી જણાઇ રહ્યું છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

પંચમહાલના જાણીતા મરડેશ્વર મહાદેવ સહિતના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠયા.

ProudOfGujarat

ભરૂચ શહેર જિલ્લામાં મોડીસાંજથી વહેલી સવાર સુધી મુશળધાર વરસાદ યથાવત્ રહ્યો છે ત્યારે ભરૂચના અનેક વિસ્તારોમાં નાની મોટી ઘટનાઓ બની હતી જેમાં ભરૂચ શહેરના સોનેરી મહેલ રોડ ઉપર ગેબીયન વોલ ની બાજુમાં જુની દિવાલ ધસી પડતા સ્થાનિક રહેવાસી ઓના જીવ તાળવે ચોંટયા હતા ..

ProudOfGujarat

मैगज़ीन कवर पर हॉट अवतार में दिखी यामी गौतम

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!