Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડાકોરમાં ગોમતી તળાવની ફરતે બનાવેલ મઢૂલીઓના પથ્થર પડ્યા.

Share

ડાકોર રણછોડરાયના મંદિર સામે આવેલ ગોમતી તળાવની ફરતે ભારે ભરખમ પથ્થરોથી બનેલી મઢુલીના પથ્થરો પડવાના બનાવો સામે આવ્યા છે. સદનસીબે આ પથ્થરો રાત્રિના સમયે પડતા જોખમ ટળ્યું છે. જોકે દિવસે ઘટના બની હોત તો પથ્થરો અને નીચે યાત્રાળુઓ પણ દબાઈ જાત અને ગંભીર હોનારત થઈ હોત. આ બનાવ એક મહિના પહેલા બન્યો હતો. પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. ડાકોર પાલિકા તંત્ર દ્વારા માત્ર તે જગ્યા પર દોરડા બાંધીને સંતોષ મન્યો છે. પાલિકા દ્વારા વહેલી તકે સમારકામ કરાવવામાં આવે, અન્ય પથ્થરની મઢુલીઓની ગુણવત્તા ચેક કરવામાં આવે તેવી લોકોમાં માગ ઉઠી છે. ડાકોર પાલિકાના સી.ઓ સંજય પટેલે જણાવ્યું કે આ ગોમતી તળાવની કામગીરી યાત્રા વિકાસ બોર્ડનાં હસ્તક આવે છે. પાલિકા દ્વારા આ મામલે ૧૫ દિવસ પહેલા પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચમાં પોલીસે જમીનમાં સંતાડેલ વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડી મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી.

ProudOfGujarat

નેત્રંગમાં કોરોના વાઇરસ બાબતે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાએ અનાજ કિટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનાં ૦૩ નવા કેસ સાથે કુલ કેસોની સંખ્યા ૨૩૫ થઈ ૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૫૫ થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!