Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નજીક નબીપુર ઓવરબ્રિજ પાસે ટેન્કર પલટી જતાં અકસ્માત – એક વ્યક્તિનું મોત, એક ઈજાગ્રસ્ત

Share

ભરૂચ
ભરૂચ જિલ્લાના નબીપુર ઓવરબ્રિજ નજીક રવિવારે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડીઝલ ભરેલું ટેન્કર પલટી જતા એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, “ન્યુ ઇન્ડિયા કન્સ્ટ્રક્શન કંપની”ની ડીઝલ ટેન્કર ગાડી નં. GJ-32-5284 ડીઝલ ડિલિવરી માટે કરજણ તરફ જઈ રહી હતી. વાહનના ડ્રાઈવર સુભાષકુમાર રામદેવ શર્મા અને સાથે રાકેશકુમાર સંતોષીલાલ શર્મા હાજર હતા. સવારે આશરે 10 વાગ્યાના અરસામાં નબીપુર બ્રિજ ઉતરતા માર્ગ પર ગાડીનું ટાયર ફાટી જતા ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે ટેન્કર રસ્તા પર પલટી ગયું હતું. અકસ્માત બાદ ડ્રાઈવર સુભાષકુમાર અને રાકેશકુમાર બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને બંનેને તાત્કાલિક ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાકેશકુમાર શર્માને ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ડ્રાઈવર સુભાષકુમારને ડાબા હાથ અને ખભામાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું છે અને તેઓ સારવાર હેઠળ છે.  પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ વાહનનું ટાયર ફાટવું અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે સત્તાવાર તપાસ બાદ જ સંપૂર્ણ હકીકત બહાર આવશે. આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં થોડો સમય ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.

Share

Related posts

અંકલેશ્વરનાં અંદાડા ગામમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં અરેરાટી ભર્યું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

સુરતમાં સોનાનાં ધરેણાં બનાવવાનાં કારખાનામાં કામ કરનાર કારીગર પર સોનું ચોરવાનો દોષ લગાવી તેને આત્મહત્યા કરવા મજબુર કરનારા કારખાનાનાં માલિક સહિત 6 લોકોની સુરત પોલીસે ધરપકડ કરી હતી.

ProudOfGujarat

લગ્નના વીડિયોમાં T-Seriesના ગીતોની ‘ચોરી’! ભરૂચના ગોલ્ડન ફોટો સ્ટુડિયો પર પોલીસ ત્રાટકી : લગ્ન-પ્રીવેડિંગ વીડિયોમાં કોપીરાઇટેડ ગીતોનું ગેરકાયદે મિક્સિંગ ; કમ્પ્યુટર-હાર્ડડિસ્કમાંથી કોપીરાઇટેડ ગીતોનો ડેટા મળ્યો, રૂ.40 હજારનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!