Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર કરાયો.

Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેઓના માર્ગદર્શનમાં જ શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા ગોરા ખાતે નવરચિત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીની શુભ શરૂઆત કરવામાં આવી છે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકત પણે નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપીંગ શો અને નર્મદા મહાઆરતીનો લાભ લઇ શકે એ માટે તા. ૦૨/૦૮/૨૦૨૨નાં રોજથી સાંજના ૮.૦૦ કલાકનાં બદલે ૦૭૩૦ કલાકથી લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો)શરૂ કરવામાં આવશે તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી સાંજે ૬.૪૫ કલાકથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, અત્રે લેસર શો માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો) જ્યારે સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય અત્રેની કચેરી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવાયો છે.

Advertisement

પ્રવાસીઓ મહા આરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬ થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે.મહાઆરતી પૂર્ણ થયેથી વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા ગોરાથી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારું આયોજન કરવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોકત સેવા અને આકર્ષણનો લાભ લેવાએક સત્તાવાર નિવેદનમાં પીઆરઓ રાહુલ પટેલે જણાવાયું છે

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

પાલેજ કુમારશાળામાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ.

ProudOfGujarat

“રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ” દ્વારા પી.એસ.આઈ સહિત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

નહાર ગામના તળાવમાં મત્સ્ય ઉદ્યોગના ઠરાવ સામે ગ્રામજનોનો વિરોધ : કલેક્ટરને આવેદનપત્ર આપી ઠરાવ અને ઈજારો રદ કરવાની માંગ; યોગ્ય નિર્ણય નહીં આવે તો આંદોલનની ચીમકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!