Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતા : સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, મહિલા મેનેજર સહિત 8 શખ્સોની ધરપકડ

Share

સગરામપુરા હીરા મોદીની શેરી ખાતે સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર સુરતની ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ઇન્ટેલિજન હ્યુમન્સ સ્કોડ દ્વારા રેડ કરવામાં આવી હતી અને મહિલા મેનેજર સહિત 8 શખ્સોની ધરપકડ કરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર રેડની કામગીરી કરી હતી. જે રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને ૭ ગ્રાહકો મળી કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસ તપાસના સામે આવ્યું હતું કે જયેશભાઈ ચૌહાણ દ્વારા હીરા મોદીની શેરીમાં બે દુકાનોની ભાડે આપવામાં આવી હતી. જેમાં દુકાન ભાડે રાખનાર બંને શખ્સો દ્વારા સ્પાની આડમાં કુટણખાનું શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય મૂળની મહિલાઓ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. જ્યારે કમિશન એજન્ટ દ્વારા ગ્રાહકોને અહીં લાવવામાં આવતા હતા.

હાલ પોલીસે સ્પામાં સંડોવાયેલી 11 ભારતીય મૂળની મહિલાઓને મુક્ત કરાવી હતી. જ્યારે પકડાયેલ મહિલા મેનેજર સહિત કુલ આઠની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં પર્યાવરણમિત્ર હોલિકા દહન તરફ પહેલ, પાંજરાપોળે શરૂ કર્યું ગોબરના છાણાનું વેચાણ

ProudOfGujarat

ભરૂચ : NCT કંપનીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં પ્રદુષિત પાણી ખેતરોમાં ફરી વળ્યા.

ProudOfGujarat

ઋત્વિક રોશન અને કિયારા અડવાણીની મોહક કેમેસ્ટ્રી અને સરળ શૈલીએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી, યશ રાજ ફિલ્મ્સે ‘વોર 2’ નું ગ્રુવી રોમેન્ટિક ગીત ‘આવન જાવન’ રિલીઝ કર્યું!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!