Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા લાકોદરા – કરજણ વચ્ચે કારમાં આગ લાગતા અફરાતફરી મચી

Share

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮ પર આવેલા કરજણ – લાકોદરા વચ્ચે એક કારમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. વડોદરા તરફ જઈ રહેલી કારમાં આગ લાગતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં કાર ભડકે બળવા લાગી હતી.

આગની ઘટનાની જાણ થતા ટોલ પ્લાઝાના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ટોલ પ્લાઝાના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા હાશકારો અનુભવ્યો હતો. કારમાં આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું. કારચાલક કાર મૂકીને ભાગી છૂટયો હતો.

યાકુબ પટેલ..કરજણ

Advertisement

Share

Related posts

મોરબી : વ્યાજખોરોના ત્રાસથી પિતાએ આત્મહત્યા કરી, ફરિયાદ ના લેવાતા પરિવારના 8 સભ્યોની ઇચ્છા મૃત્યુની માંગ

ProudOfGujarat

અંકલેશ્વર ના સારંગપુર પાસે આવેલ મારુતિધામ-2 માંથી દેશી તમંચો તથા કારતુસ સાથે એક ઈસમ ને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

વડોદરામાં રસ્તા પર મહિલાઓ સાથે અભદ્ર ચેનચાળા કરતો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!