Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ખેડૂતોને કૃષિ કાર્ય માટે પેટ્રોલ અને ડીઝલમાં અગ્રતા આપવા જિલ્લા ભાજપ પ્રમુખની રજુઆત

Share

 

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અંગે જે આહવાન કરાયું છે. તે આવકાર્ય અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ છે. હાલમાં ભરૂચ જીલ્લાના સ્થાનિક પેટ્રોલ પંપો દ્વારા કેરબા (કેન) માં પેટ્રોલ અથવા ડીઝલ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. ખેતીના વિવિધ ઉપકરણો અને ટ્રેક્ટર વગેરે માટે ખેડૂતોને કેરબામાં ઇંધણ લઈ જવાની અનિવાર્ય જરૂરિયાત રહેતી હોય છે, જેથી વર્તમાન સ્થિતિના કારણે તેઓને ખેતીકામમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

આ ગંભીર સમસ્યાના વ્યવહારુ ઉકેલ માટે કેરબામાં ઇંધણ આપતા પૂર્વે સંબંધિત વ્યક્તિના અધિકૃત ઓળખપત્રની ચકાસણી કરી તેની યોગ્ય નોંધ રાખવામાં આવે. તે વ્યક્તિ વાસ્તવિક ખેડૂત છે કે નહીં, તેની પુષ્ટિ કરવા જરૂરી દસ્તાવેજોની તપાસ કરાઈ. નિયમો અને યોગ્ય વેરિફિકેશન સાથે ખેડૂતોને કેરબામાં પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ કરાવાઈ, જેથી જગતના તાતને પડતી હાલાકીમાંથી મુક્તિ મળશે.


Share

Related posts

રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી મહિલાની પસંદગી કરાતા મોસાલી ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઇ.

ProudOfGujarat

પુરા પ્લાનિંગ સાથે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવાની માંગરોળમાં જાહેરાત કરતા ઓવૈશી.

ProudOfGujarat

વડોદરાના દાંડિયા બજાર ફાયરબ્રિગેડની જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં સાત લોકો ફસાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!