Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવના કારણે વીજચોરોમાં દોડધામ મચી

Share

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવના કારણે વીજચોરોમાં દોડધામ મચી હતી. આ કાર્યવાહીમાં વઢવાણ, મૂળી, થાન, ચોટીલા પંથકના સિટી વિસ્તારો તેમજ રહેણાંક, ઇન્ડસ્ટ્રીયલ,વાણીજન્ય તેમજ ખેતીવાડીના કુલ 468 જોડાણો ચેકિંગ કરતા 50માં ગેરરિતી જણાતા રૂ. 60 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર વર્તુળ કચેરી પીજીવીસીએલ હેઠળ મૂળી, ચોટીલા, થાન, વઢવાણ પેટા વિભાગીય કચેરીમાં કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. આથી એસઆરપી કાફલા સાથે 9 ટીમોએ જુદા જુદા સ્થળોએ દરોડા કર્યા હતા. જેમાં રહેણાંકના -352, વાણીજન્યના-46, ઇન્ડસ્ટ્રીયલના-10, ખેતીવાડીના-60 સહિ કુલ 468 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં રહેણાંકના-40, વાણીજન્યના-2, ઇન્ડસ્ટ્રીયલના-2, ખેતીવાડીના-6 સહિત કુલ 50 વીજ જોડાણોમાં ગેરરિતી જોવા મળતા તંત્ર પણ ચોંકી ઉથયું હતુ. તમામ વીજચોરી કરનાર લોકોને રૂ. 60,00,000 ના વીજબીલ ફટકારવામાં આવતા દોડધામ મચી હતી. આ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવમાં વીજતંત્રના અધિકારીઓ સહિતની ટીમ જોડાઇ હતી. જ્યારે વીજ તંત્ર દ્વારા ચેકિંગને પગલે વીજ ચોરી કરતા ઉદ્યોગકારો અને લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને વીજ તંત્રની ટીમથી બચવા નાશ ભાગ કરી હતી

Advertisement

Share

Related posts

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, જાણો શું છે ઘટના

ProudOfGujarat

રાજ્ય ચૂંટણી આયોગના ચૂંટણી નિરીક્ષક એસ.જે.જોષીનું જિલ્લામાં આગમન: કાર્યભાર સંભાળ્યો

ProudOfGujarat

અંકલેશ્વર – ચૌટા બજાર વિસ્તારમાં ગઈકાલે બનેલ ઘટનાને લઈ અંકલેશ્વરના જાગૃત યુવાન દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની માંગ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!