Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : પાણીગેટથી માંડવી સુધીના રોડ પર વેપારીઓને દબાણ નહીં કરવા સ્પષ્ટ સૂચના

Share

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારીઓ સાથે મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આજે સવારે પાણીગેટથી માંડવી સુધીના રોડ પર ચાલતા નીકળ્યા હતા અને દુકાનદારોને રોડ પર ટ્રાફિકને નડતરરૂપ બને તે રીતે માલ સામાન અને લટકણીયા રાખી દબાણ નહીં કરવા સમજ આપી હતી. પાણીગેટથી માંડવી સુધીનો રોડ આમ પણ સાંકડો છે, પરંતુ વેપારીઓ દ્વારા રોડ પર લોખંડની એંગલો, પૂતળા વગેરે રાખીને માલ ડિસ્પ્લે કરે છે તેના કારણે રોડ પર પસાર થવાની જગ્યા પણ પૂરતી બચતી નથી અને તેના લીધે ટ્રાફિકજામ થાય છે.

આ અગાઉ પણ આ વિસ્તારમાં વેપારીઓને રોડ પર દબાણ નહીં કરવા અને માર્ગ ખુલ્લો રહે તે મુજબ વર્તવા સૂચના આપી હતી, પરંતુ તેનું કોઈ અમલ થયો નથી જેથી આજે ફરી વખત તેઓ ચાલતા નીકળ્યા હતા અને દુકાનદારોને સમજ આપી હતી, અને ચીમકી આપી હતી કે જો વેપારીઓ સમજ નહીં દાખવે તો દુકાન બંધ કરાવવા સુધીની કોર્પોરેશન કાર્યવાહી કરશે. દુકાનદારો ધંધો કરે તેની સામે કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ લોકોને અને વાહન ચાલકોને નડતરરૂપ બને તે રીતે રોડ પર પૂતળા અને એંગલો મૂકી દબાણ કરવું તે ઠીક નથી તેવી સ્પષ્ટ સૂચના આપી હતી. આજની આ મૌખિક સૂચના પછી પણ જો વેપારીઓ દબાણ કરવાનું ચાલુ રાખશે તો કોર્પોરેશન આગામી દિવસોમાં અહીં ત્રાટકીને દબાણ હટાવી માલસામાન વગેરે જપ્ત કરી લેશે એવું લાગે છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીનો વિરોધ ધરણા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

વાંકલ : શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલીયારા વિદ્યાલયમાં શિક્ષણ મંત્રી પાનસેરિયાનો અભિવાદન સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

જંબુસર ખાતે ૭૪ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!