Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ-વિરમગામ રેલવે એકશનમાં બ્લોકના પગલે આજે છ ટ્રેનો રદ્દ

Share

છારોડી યાર્ડમાં નોન-ઈન્ટર લોકીંગ કામગીરીના લીધે 2 ફેબ્રુઆરીએ રેલ વ્યવહારને અસરથી છ ટ્રેનો રદ રહેશે. અમદાવાદ રેલવે ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલા છારોડી યાર્ડમાં નોન-ઇન્ટર લોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરી, 2023 ના રોજ રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસી એમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: રદ કરાયેલી ટ્રેનો: 1) ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 02.02.2023ના રોજ રદ, 2) ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 02.02.2023ના રોજ રદ, 3) ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 02.02.2023ના રોજ રદ, 4) ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 02.02.2023ના રોજ રદ, 5) ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ 02.02.2023ના રોજ રદ, 6) ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ સ્પેશિયલ 02.02.2023 ના રોજ રદ.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગરમાંથી 14 કિલો પોશ ડોડાનાં જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં બિન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને અપાયેલી છૂટછાટ પાછી ખેંચવાની જાહેરાત કરતા જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા.

ProudOfGujarat

ભરૂચ : જુના તવરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!