Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાડેથી કાર લઈ જઈ બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, 13 કાર સાથે બે આરોપીઓ ઝડપાયા

Share

વડોદરા સહીત અન્ય મહાનગરોમાંથી ફોર વ્હીલ ગાડીઓ ભાડે મેળવીને તેને ગીરવે મુકીને કરોડોનું કૌભાંડ આચરનાર વડોદરા તેમજ સુરતના બે ભેજાબાજો સામે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા મહારાષ્ટ્રમાં ગીરવે મુકેલી 13 જેટલી ફોર વ્હીલ કારને કબજે લીધી છે. જયારે બંને આરોપીઓ દ્વરા વિવિધ લોકો પાસેથી 100 ઉપરાંત ફોર વ્હીલ કાર મેળવીને બરોબર સગેવગે કરી દીધી હોવાની માહિતી સાપડી છે.

ભેજાબાજો દ્વારા ભોળા નાગરીકોને છેતરવા માટે અવનવી તરકીબો શોધી કાઢવામાં આવી છે. જેમાં છે કેટલાક વર્ષોથી મધ્યવર્ગીય પરિવારને નિશાન બનાવતી ટોળકી તેઓની કારને ભાડે લઈને ઊંચું ભાડું ચુકવવાની લાલચ આપી કાર મેળવી લે છે. અને એક બે મહિના સુધી ભાડું ચૂકવ્યા બાદ છુમંતર થઇ જાય છે. ત્યારબાદ કાર ભાડે આપનારને કાર પણ પરત મળતી નથી અને ભાડું પણ ચૂકવતા નથી. ભૂતકાળમાં આવી અનેક ફરિયાદો નોંધાઈ છે.

તાજેતરમાં આવા ભેજાબાજોના ભોગ બનેલા એક ફરિયાદીએ પાણીગેટ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ આપી હતી. જેમાં છેતરપિંડી કરનાર વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં રહેતા મનીષ હરસોરા અને સુરતના કામરેજમાં રહેતા દીપક રૈયાણી સામે ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હાની તપાસ ક્રાઈમ બ્રાન્ચે કરતા ભાડે લીધેલા વાહનો મહારાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાં આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરા સહીત અન્ય જીલ્લાઓમાં પણ અનેક નાગરિકોએ ઊંચા ભાડાની લાલચ આપી વાહનો મેળવી લીધા હોવાનું સામે આવ્યું હતું. વાહન લેતા સમયે એક બે મહિના ભાડું ચૂકવી દીધા બાદ ભાડું નહિ આપીને વાહનો ગીરવે મૂકી મસમોટી રકમ મેળવી લઈને બંને ભેજાબાજો ફરાર થઇ ગયા હોવાનું ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર બંને ભેજાબાજો દ્વારા ગીરવે મુકવામાં આવેલા 13 જેટલી ફોર વહીલર કાર ક્રાઈમ બ્રાન્ચે રીકવર કરી છે. જયારે અત્યાર સુધી 100 વધુ નાગરિકો પાસેથી કાર ભાડે મેળવી ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. જયારે ક્રાઈમ બ્રાંચ દ્વારા બંને ઠગ ભેજાબાજોની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચથી જંબુસર જવાના માર્ગ પર આમોદથી મગણાદ રોડ વચ્ચે કારમાં આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

સુરતમાં મ્યુકોરમાઇકોસિસને હરાવી સાજા થયેલા દર્દીને અપાતી દવા ખૂટી : સિવિલમાં ‘નો સ્ટોક’ : સગા-સંબંધીને ધરમધક્કા ખાવાના આવ્યા વારા.

ProudOfGujarat

૩૧મી ઓક્ટોબર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ,રાજ્યોના મુખ્યમંત્રીઓ,રાજ્યપાલ સહિતનાં મહાનુભાવો આવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!