Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા પાણેથા માર્ગ વચ્ચે ચાલતા પશુઓના કારણે અકસ્માતની દહેશત.

Share

ભરૂચ જીલ્લાના ઉમલ્લાથી પાણેથા અશા તરફ જવાના માર્ગ પર માર્ગ વચ્ચે ચાલતા પાલતુ પશુઓની સમસ્યા દેખાય છે. ઉમલ્લાથી આગળ જતા ખાખરીપુરા નજીક ઘણીવાર માર્ગ પર ભેંસ, બળદ, બકરા જેવા પાલતુ પશુઓ રોડ પર આડેધડ ચાલતા હોવાના કારણે અકસ્માતની દહેશત જણાય છે. પાલતુ પશુઓને ચરાવવા લઇ જતા કેટલાક ઇસમો આ બાબતે ખાસ કોઇ કાળજી રાખતા નથી, એવી ચર્ચાઓ વાહનચાલકો અને રાહદારીઓમાં ચર્ચાઇ રહી છે. માર્ગ વચ્ચે ચાલતા પશુઓના કારણે કોઇવાર અકસ્માત થશે ત્યારે તેને માટે કોણ જવાબદાર ગણાશે? આ બાબતને લઇને આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ચિંતા ફેલાવા પામી છે.

અબ્દુલરઉફ ખત્રી ઉમલ્લા જી.ભરૂચ

Advertisement

Share

Related posts

શહેરા તાલુકાના ભેસાલ ગામે નાણાની રીકવરી કરી પરત આવતા તામિલનાડુ યુવાનોને બે ઈસમે ચપ્પુ બતાવી લુંટ કરતા ચકચાર : ભાગવા જતા એકને ઝડપી પાડયો જ્યારે એક ફરાર શહેરા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ProudOfGujarat

અંકલેશ્વરની સોનમ સોસાયટી પાછળ જુગાર રમતાં 4 આરોપીઓ ઝડપાયા

ProudOfGujarat

નેત્રંગમાં અંબે માં ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!