Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં સંગઠનલક્ષી માર્ગદર્શન અપાયું.

Share

ભરૂચ જીલ્લાના નેત્રંગ ખાતે તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઇ હતી. નેત્રંગ જલારામ મંદિર ખાતે આજરોજ યોજાયેલ તાલુકા ભાજપાની કારોબારી બેઠકમાં માજી જીલ્લા ભાજપા પ્રમુખ બળવંતસિંહ ગોહિલ, નેત્રંગ તાલુકા ભાજપા પ્રભારી રશ્મિકાન્ત પંડયા તેમજ તાલુકા સંગઠનના હોદ્દેદારો,કાર્યકરો તેમજ તાલુકા જીલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપા પ્રભારી રશ્મિકાન્ત પંડ્યાએ સંગઠનલક્ષી માર્ગદર્શન આપીને સંગઠન મજબુત બનાવવા અનુરોધ કર્યો હતો. બળવંતસિંહ ગોહિલે આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમો વિષેની જાણકારી આપી હતી. વિધાનસભાની ચુંટણી નજીકમાં છે ત્યારે કાર્યકરોને કામે લાગી જવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : ભોલાવ ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફેઝ-૨ નો શુભારંભ કરાયો

ProudOfGujarat

કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે ૧૧ લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોના સમર્થકોએ ભવ્ય ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!