Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં સંગઠન મજબુત બનાવવા પર ભાર મુકાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના તાલુકા સંગઠનની બેઠક મળી હતી. આયોજિત બેઠકમાં ઝઘડિયા તાલુકા ભાજપા પ્રમુખ અતુલ પટેલ, મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, જીલ્લા અગ્રણી રમેશભાઈ મિસ્ત્રી, ઝઘડિયા તાલુકાના પ્રભારી જનકભાઇ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા, ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ, ઝઘડિયાના ઉપસરપંચ વિનોદભાઇ વસાવા, એપીએમસી ચેરમેન દિપક પટેલ, તાલુકા અગ્રણી રવજીભાઇ વસાવા, માજી તાલુકા મહામંત્રી ઇન્દુભાઇ, જીલ્લા વેપારી સેલ કન્વિનર સંજયભાઇ, જીલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્ર વાસદિયા, વિક્રમસિંહ રાજ, મહેશભાઇ અવિધાવાળા, યુવા કાર્યકરો દિનેશ વસાવા અને હિરલ પટેલ તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા અગ્રણી રમેશભાઈ મિસ્ત્રી તેમજ તાલુકાના પ્રભારી જનકભાઇ શાહે આગામી વિધાનસભાની ચુંટણીઓને લઇને સંગઠન મજબુત બનાવવાની વાત પર ભાર મુક્યો હતો. ઉપરાંત બેઠકમાં પેજ સમિતિને લગતી ચર્ચા કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

આમ આદમી પાર્ટી અંકલેશ્વર દ્વારા જનતાના કડગતા પ્રશ્ને પત્રકાર પરિષદ યોજાઈ હતી

ProudOfGujarat

સુરત ન્યાય સંકુલમાં પણ કોરોના વાયરસના સંક્રમણને રોકવા તકેદારીનાં શ્રેણીબંધ પગલાંઓ લેવાયા છે.

ProudOfGujarat

કિસાન સુર્યોદય યોજના હેઠળ પંચમહાલ જીલ્લાના બાકી રહેલા ફિડરો પર ખેડુતોને દિવસે વીજળી આપવા માટે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!