Proud of Gujarat
FeaturedGujaratINDIA

અશ્લીલ ફોટો અને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકીઓ આપી બ્લેકમેલ કરી નાણાં માંગતા ઈસમની ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

Share

દેશ ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ આગળ વધી રહ્યો છે, જેનો કેટલાય લોકો સદઉપયોગ પણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેનો દૂર ઉપયોગ પણ કરતા હોય તેવા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે, ખાસ કરી મોબાઈલ ફોન અથવા ફેસબુક અને ઈ મેલ આઈડી જેવી વસ્તુઓ હેક કરી લોકોના પર્સનલ ફોટો મેળવી એડિટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી નાણાં માંગતી ગેંગ વધુ પ્રમાણમાં સક્રિય જોવા મળતી હોય છે, તેવા જ એક કિસ્સામાં ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા એક આરોપીની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરી છે.

ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગમાં એક ફરિયાદ મળી હતી કે જીમેઇલ આઇડીનો પાસવર્ડ મેળવી અન્ય ડિવાઇઝમાં જીમેઇલ લોગ ઈન કરી ફરિયાદીના મોબાઈલ ફોનનાં ફોટો ઓ બેકઅપ લઈ આરોપી એ તેમાં એડિટિંગ કરી અશ્લીલ ફોટો તથા વિડીયો બનાવી વાઇરલ કરી દેવાની ઘમકી આપી બ્લેકમેલ કરી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે કરી કુલ 1,59,000 ઓનલાઇન ટ્રાન્સફર કરી ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી, જે બાદ ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા.

Advertisement

તપાસ દરમ્યાન સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા અસલફ ઉર્ફે ઉસ્માન કાસમ રહુમા રહે. બાડમેડ રાજસ્થાન નાઓની ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઈ તાત્કાલિક એક્શનમાં આવી ધરપકડ કરી હતી.


Share

Related posts

લીંબડીમાં વિદ્યાર્થીઓ અને વાલીનુ સંમેલન યોજાયું

ProudOfGujarat

ભરૂચ : માંડવા નજીક બાયોડિઝલ પંપ પર આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

વડોદરા પાસે નેશનલ હાઇવે પર ઉભેલી ટ્રકની પાછળ આઇસર ટેમ્પો ઘૂસી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!