Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના ગોરવા ઉંડેરા રોડ પર દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર પકડાયું

Share

વડોદરાના ઉંડેરા રોડ પર મોડી રાત્રે એક કન્ટેનરમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસે કન્ટેનર કબજે કરી તેના ડ્રાઇવર તેમજ માલિકની શોધખોળ હાથ ધરી છે. ઉંડેરા રોડ ઉપર રિલાયન્સ કંપનીના વી વીઆઈપી ગેટ સામે જાદવ નગરમાં એક કન્ટેનરમાં દારૂનો જથ્થો હોવાની વિગતો મળતા જવા નગર પોલીસની ટીમે તપાસ કરી હતી. જે દરમિયાન કન્ટેનર મળી આવતા પોલીસે અંદર તપાસતા દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે કુલ રૂ.5.91 લાખ ની કિંમતની દારૂની જુદી જુદી બ્રાન્ડની 1182 નંગ બોટલ 120 ક્રેટ તેમજ રૂ 12 લાખની કિંમતનું કન્ટેનર મળી કુલ રૂ 18 લાખની મતા કબજે કરી હતી. જ્યારે કન્ટેનરના ડ્રાઇવર તેમજ માલિકને વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે “પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ” કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં શ્રી મોઢેશ્વરી માતાજીનો ૨૬મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન: ભવ્ય શોભાયાત્રા અને હવનમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું મહેરામણ

ProudOfGujarat

સુરત જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા પ્રમુખ તરીકે રાજેશ કટારીયાનું સાથે કોસંબા APMC ના ચેરમેન દિલીપસિંહ રાઠોડનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!