Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર ગામમાં નવીનગરી પાસેથી જુગાર રમતા છ જુગારીઓ પોલીસે ઝડપી પાડયા.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં નવીનગરી પાસે જુગાર રમતા છ જુગારીઓ નબીપુર પોલીસે ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નબીપુર ગામમાં નવીનગરી પાસે આવેલી બાવળોની જગ્યામાં પત્તા પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા હતા. જેવી ચોક્કસ બાતમીના આધારે નબીપુર ગામ પાસે આવેલી બાવળોની ઝાડીમાં જુગારની પોલીસે રેડ કરતા છ ઇસમો ઝડપાઇ જવા પામ્યા હતા.

જેઓની અંગ ઝડતીના ૮૯૫૦, દાવ ઉપરના ૨૪૫૦/- મળી કુલ કિ.રૂ ૧૧,૪૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે જગદીશભાઇ ઉર્ફે ભાજપ ડાહ્યાભાઇ પરમાર, રહે. નબીપુર, અશોકભાઇ છબુભાઇ હાલ રહે. નબીપુર, હસમુખભાઇ ભીમાભાઇ વસાવા રહે. નબીપુર, બુધાભાઇ શનાભાઇ વસાવા, રહે. નબીપુર, કાનજીભાઇ શનાભાઇ વસાવા, રહે. નબીપુર, કમલેશભાઇ શનાભાઇ વસાવા, રહે.નબીપુર નાઓની ધરપકડ કરી જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

જોતિબા ફૂલેનો આજે જન્મ દિવસ.

ProudOfGujarat

ભરૂચ : બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં વણશોધાયેલ બે વાહન ચોરીનાં ગુના શોધી કાઢતી એસ.ઓ.જી.

ProudOfGujarat

નર્મદા મહાઆરતી વેબસાઇટનું આવતીકાલે કરશે ઇ-લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!