Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજના આંબલીયારા પાસે રીક્ષા ચાલકે બ્રેક મારતાં આગળ બેઠેલ વ્યક્તિ રોડ પર પટકાતા મોત નિપજ્યું

Share

કપડવંજના આંબલીયારા પાસે રીક્ષા ચાલકે બ્રેક મારતાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલા વ્યક્તિ રોડ પર પટકાતા મોત નિપજ્યું હતું, આ બનાવ મામલે કપડવંજ ટાઉનમાં ફરિયાદ નોધાઈ છે.

કપડવંજ તાલુકાના ભાથીજીના મુવાડા ગામે રહેતા દક્ષાબેન મણીભાઈ પરમાર અને તેમના પતિ મણીભાઈ મોહનભાઈ પરમાર બંને લોકો ગતરોજ દક્ષાબેનના પિયર ખારવાના મુવાડા ગામે જતા હતા. દહીઅપ ગામેથી રીક્ષામાં જતા હતા આ દરમિયાન રીક્ષા ચાલક પોતાની રીક્ષા પુર પાટે ચલાવતો હતો અને રોડ સારો ન હોય તો પણ વધુ સ્પિડમા રીક્ષા હંકારતો રીક્ષા ચાલકની બાજુમાં જ મણીભાઈ મોહનભાઈ પરમાર બેઠા હતા. આ રીક્ષા કપડવંજના આંબલીયારા પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે રીક્ષા ચાલકે એકાએક બ્રેક મારતાં ચાલકની બાજુમાં બેઠેલા મણીભાઈ મોહનભાઈ પરમાર રોડ ઉપર પટકાયા હતા. ગંભીર રીતે ઘાયલ મણીભાઈને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનુ મૃત્યુ થયું હતું. આ બનાવ સંદર્ભે દક્ષાબેન પરમારે ઉપરોક્ત રીક્ષા ચાલક સામે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

મધુ શ્રીવાસ્તવ બાદ હવે ધવલસિંહ ઝાલાએ પણ ટિકિટ ના મળતા રાજીનામુ આપ્યુ.

ProudOfGujarat

ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે વિનોદચંદ્ર વસાવા નિમાયા.

ProudOfGujarat

અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી યુવકની હત્યા કરવાના બનાવ અંગે ભરુચ જીલ્લા કલેકટરને પાઠવાયું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!