Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં વાલી – અધ્યાપક સંમેલન યોજાયું.

Share

ધ નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદમાં વાલી મંડળના ઉપક્રમે વાલી – અધ્યાપક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોલેજના આચાર્ય ડૉ.મહેન્દ્રકુમાર દવે સાહેબે વાલીઓએ આપેલા પ્રતિભાવોના સંદર્ભે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે – વિદ્યાર્થીઓ નિયમિત બને, તરસ પિપાસુ બને, વાલીઓ પોતાના બાળકોના વિકાસ સંદર્ભે અને અન્ય સમસ્યાઓના નિરાકરણ માટે કોલેજમાં આવે, વિદ્યાર્થીઓના કાઉંસેલિંગ માટેના પ્રયત્નો અંગે ઉંડાણપૂર્વક અધ્યક્ષીય પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે કુલ ૬૨ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બારોટ સંજયભાઈ, ભુપેન્દ્રભાઈ રાણા, નીલેશભાઈ જોશી,  સોમનાથજી અને સ્નેહલભાઈ ભટ્ટ આ તમામ વાલીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. કો – ઓર્ડીનેટર રજનીકાંત જૈને પૂર્વભૂમિકા રજૂ કરી હતી. વાલી મંડળના સંયોજક ડો.કલ્પના બેન ત્રિવેદી એ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. પ્રા.આર.બી.સક્સેના એ આભારદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન કોલેજના તમામ અધ્યાપક ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરા કોર્પોરેશનની જન્મ-મરણનાં શાખામાં અન્ય અધિકારી ઉપર બેવડા ચાર્જના પગલે કામગીરીમાં વિલંબ.

ProudOfGujarat

વડોદરાનાં સોમા તળાવ પાસે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીથી ગેસ લાઈન તૂટતા ગેસ પુરવઠો ઠપ

ProudOfGujarat

ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના મુસાફરો માટે રાહત, ભાડામાં 25% જેટલો ઘટાડો થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!