Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી

Share

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આફત બનીને આવ્યો છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી વાતાવરણમાં આવેલા પરિવર્તનથી જાણે ચોમાસું બેઠું હોય એવો માહોલ છવાયો હતો.

સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડામાં બુધવારે માવઠું થયું હતું, જેમાં માંગરોળ તાલુકામાં રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં મોટામિયાં માંગરોળ ખાતે 10 થી 15 મિનિટ સુધી કરા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે નાની ફળી, વાંકલ સહિતનાં ગામોમાં પણ કડાકાભડાકા સાથે વરસાદ થયો હતો. જો કે, વરસાદનું જોર ધીમું રહ્યું હતું. જ્યારે ઉમરપાડામાં કેવડીમાં સાતથી સાડા સાત વાગ્યાના અરસામાં વરસાદ પડતાં નેવીથી પાણી વહેતા થયા હતા. માવઠાને કારણે મગ, ચણા, ઘઉં, તલ અને કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. તો ઘાસચારો પણ પલળી જતાં પશુપાલકો ચિંતામાં મુકાયા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લા, રાજપારડીમાં પોલીસ દ્વારા સલામતીનાં ભાગરૂપે દુકાનદારોને પોતાની દુકાનો બંધ કરાવામાં આવી હતી.

ProudOfGujarat

સરદાર સરોવર છલોછલ : નર્મદા ડેમની સપાટીમાં વધારો, મહત્તમ સપાટી નજીક પહોંચ્યું જળ સ્તર.

ProudOfGujarat

વાંકલ : ઝાંખરડા ગામે બાળકોને ઉંટ ગાડીમાં બેસાડી અનોખી રીતે શાળા પ્રવેશ ઉત્સવની કરાઈ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!