Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના નાગરવાડા રોડ પર 7 લાખના ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો

Share

વડોદરામાં ડ્રગ્સની હેરાફેરીનું વધુ એક નેટવર્ક પકડાયું છે. જેમાં પોલીસે નવસારીના ડ્રગ્સ પેડલર પાસે રૂ 7 લાખની કિંમતનું ડ્રગ્સ કબ્જે કર્યું છે. નવસારીનો શાહરુખ ખાન પઠાણ નાગરવાડાના ગીતાંજલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ડ્રગ્સ વેચવા આવનાર છે તેવી વિગતોને પગલે એસ.ઓ.જી.ની ટીમે ગઈકાલે સાંજે વોચ રાખી હતી.

પોલીસે તેમને મળેલી માહિતી વર્ણન વાળા શંકાસ્પદ શખ્સને તપાસતા તેની પાસેથી રૂ. સાત લાખ ઉપરાંતની કિંમતનું 70 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે પૂછપરછ કરતા પકડાયેલા ડ્રગ્સ પેડલરનું નામ શાહરુખ ખાન સરવર ખાન પઠાણ (અમિતભાઈ ચાવી વાલાના મકાનમાં, ટાટા સ્કૂલ સામે નવસારી, મૂળ રહે. ગીતાંજલી એપાર્ટમેન્ટ, નાગરવાડા) હોવાનું ખુલ્યું હતું. ડ્રગ્સ પેડર પાસે રોકડા રૂ.1210 અને મોબાઈલ મળી આવ્યા હતા. અગાઉ તેની દારૂ તેમજ જુગાર જેવા સાત ગુનાઓમાં સંડોવણી હોવાનું પણ ખુલ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સિઝર યોગેશ બેલેરાવ સામે બાકી લોનના બહાને ૨૭ હજારની ઠગાઈની વધુ એક ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

ઝઘડિયાના વેલુ ગામના શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’ યોજાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!