Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના નેશનલ હાઇવે ઉપર ઝાડેશ્વર નજીક વાહનો વચ્ચે ટ્રિપલ અકસ્માત થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સાંજ ના સમયે ભરૂચ જીલ્લા ના નેશનલ હાઇવે ઉપર ઝાડેશ્વર ચોકડી પાસે આવેલ સ્વામી નારાયણ મંદિર નજીક માં ટ્રક.ટ્રેલર.અને કાર વચ્ચે ધડાકા ભેર ગમખ્વાર અકસ્માત સર્જાતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જવવા પામ્યો હતો ….
જો કે સમગ્ર અકસ્માત ના બનાવ માં ત્રણ થી વધુ લોકો ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.જેઓ ને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા હતા..મુખ્ય હાઇવે ઉપર એક સાથે ત્રણ જેટલા વાહનો વચ્ચે સર્જાયેલ અકસ્માત ના બનાવ ના પગલે એક સમયે ઘટના સ્થળ ઉપર ઉપસ્થીત લોકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા..તો બીજી તરફ થોડા સમય માટે હાઇવે ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ સર્જાયા હતા …
જયારે ઘટના અંગે ની જાણ પોલીસ વિભાગ ને થતા તાત્કાલિક પોલીસ વિભાગ ના કર્મીઓ એ ઘટના સ્થળે દોડી જઇ વાહન વ્યવહાર ને ખુલ્લો કરી અકસ્માત થયેલ વાહનો ને સાઈડ ઉપર કરવાની કવાયત હાથ ધરી હતી ….ઉલ્લેખનીય છે કે ધડાકા ભેર સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના બનાવ માં સદનસીબે મોટી જાનહાની ટળી હતી …..

Share

Related posts

હાલમાં કોરના વાયરસનાં ફેલાવવાનાં કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહયુ છે આ સમયે ભરૂચ જિલ્લાનાં આમોદ ૧૦૮ નાં સ્ટાફે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

ProudOfGujarat

ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.આ પાયલોટ પ્રોજેકટ માટે સરકાર દ્વારા રૂ.50 કરોડની મંજૂરી અપાય છે.

ProudOfGujarat

વાંકલની એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના હિતેશ પંચાલની ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક–2025’ માટે પસંદગી

ProudOfGujarat
error: Content is protected !!