Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતા બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મૃત્યુ

Share

મહેમદાવાદના કોઠીપૂરા ઓએનજીસી ગેટ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પિતાનું મોત નિપજયુ હતુ જ્યારે ઘાયલ દિકરીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે.

અમદાવાદના સિંગરવામાં રહેતા રમેશભાઈ છગનભાઈ ચૌહાણ અને તેની દિકરી નેહલબેન મંગળવાર બપોરે મહેમદાવાદ સરસવણી ગામમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. દરમિયાન લગ્ન પ્રસંગ પૂર્ણ કરી સાંજના પિતા-પુત્રી બાઈક પર તેમના ઘરે સિંગરવા જવા નીકળ્યા હતા તે સમયે હલદરવાસના કોઠીપૂરા ઓએનજીસી ગેટ નજીક સામેથી આવતા બાઇકના ચાલકે રમેશના બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં રમેશ ચૌહાણને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ પર મોત નિપજયુ હતુ. જ્યારે દીકરી નેહલને શરીરે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

રાજપીપળા : મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી તા.૫/૦૧/૨૦૨૦ નારોજ રવિવારના દિવસે નર્મદા જિલ્લામાં તમામ મતદાન મથકોમાં યોજાશે.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ તેમની ફિલ્મ વોલ્ટેર વેર્યાના કાર્યક્રમમાં મેગાસ્ટાર ચિરંજીવીના આશીર્વાદ લેતા દર્શકો પ્રભાવિત થયા

ProudOfGujarat

ભરૂચમાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી પ્રદર્શનનો પ્રારંભ :  ‘જૈવ વૈવિધ્યનું મહત્વ – Wildlife Today for a Brighter Tomorrow’ થીમ પર 8 ઓક્ટોબર સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!