Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નબીપુર નજીક નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

Share

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, જ્યાં દર 24 કલાકે અકસ્માતો સામે આવી રહ્યા છે, જેમાં વધુ એક અકસ્માત આજે સવારે નબીપુર નજીકથી સામે આવ્યો હતો.

નેશનલ હાઇવે 48 ઉપર આવેલ નબીપુર નજીકની એપેક્ષ હોટલ પાસે આજે સવારના સમયે મૂળ રાજેસ્થાનના રમેશચન્દ્ર નામનો યુવાન રસ્તો ક્રોસ કરી રહ્યો હતો દરમ્યાન કોઈક અજાણ્યા વાહને તેને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

અકસ્માતની સમગ્ર ઘટના બાદ નબીપુર પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી તેમજ મૃતકની લાશનો કબ્જો મેળવી તેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલે ઘટના ક્રમ બાદ ફરાર વાહન ચાલક સાને અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકર્પણના 1 મહિના બાદ 2,79,166 પ્રવાસીઓ નોંધાયા, આવક 6 કરોડ કરતા વધુ.

ProudOfGujarat

વડોદરામાં વેક્સિનેશન મહાઅભિયાનનો ફિયાસ્કો : ત્રણ દિવસથી ધક્કા ખાવા છતા નાગરિકોને વેક્સીન નથી મળતી.

ProudOfGujarat

હત્યારાની જ હત્યા..? જંબુસર તાલુકાના વેડચ ગામે વિધવા મહિલાની ગળુ કાપી હત્યાનો મામલો, હત્યારાની લાશ મળી આવતા ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!