Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં વહેલી સવારે વૃદ્ધને રખડતા ઢોરે શિંગડે ચઢાવતા ઘાયલ

Share

નડિયાદ શહેરમાં વહેલી સવારે દુધ લેવા નીકળેલા વૃધ્ધને રખડતા ઢોરે શિંગડે ચઢાવતા વૃધ્ધને ગંભીર ઈજાઓ પહોંચી છે. શહેરના રબારી વાસ વિસ્તારમાં બનેલા બનાવને પગલે ફરી એકવાર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવા થઈ રહેલી કામગીરી પ્રત્યેની બેદરકારી છતી થઇ છે. ઘટનાને પગલે સ્થાનિકોએ ફોન કરતા સ્થળ પર પહોંચેલી પાલિકાની ટીમે ગાયને પકડી થાંભલા સાથે બાંધી દીધી હતી. પરંતુ જો આ રખડતા ઢોરોને પકડવાની કામગીરી નિયમિત કરવામાં આવે તો આ પ્રકારના બનાવોને બનતા અટકાવી શકાય તેમ છે.

નડિયાદ શહેરમાં રખડતા ઢોરોનો ભોગ બનતા ભુતકાળમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પરંતુ પલિકા ફક્ત તમાશો જોઈ રહી છે. મુખ્યમંત્રીના આગમનના 24 કલાક પહેલા કઈક આ સ્થિતિ નડિયાદ શહેરમાં જોવા મળી. 72 વર્ષીય ઈન્દુભાઈ છનગનભાઈ મિસ્ત્રી સવારે 6 વાગ્યે રબારી વાસ પાસેથી દુધ લેવા જઈ રહ્યા હતા. તે સમયે ગાયે તેમને શીંગડે ચડાવ્યા હતા. વૃધ્ધને શિંગડે ચઢાવતા પાચ ફુટ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. જેના કારણે તેઓને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી જેથી નાક અને મો માંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સ્થાનિકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ-બાયપાસ વિસ્તારમાં આવેલ રબ્બાની કોમ્પ્લેક્ષના બંધ મકાનમાં ચોરી.લાખ્ખોની મત્તા પર હાથફેરાની શકયતા…

ProudOfGujarat

સુરતના પાંડેસરા ખાતે મકાનમાં વાયરિંગ કરવા ગયેલા યુવકને માર મારવામાં આવ્યો અને પોલીસને સોંપતા તેને એક પોલીસવાળાએ માર મારતા યુવાને સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની આંગણવાડી બહેનોએ પડતર પ્રશ્નો બાબતે મામલતદારને આવેદન આપ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!