Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના, બારગઢમાં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

Share

ઓડિશામાં ફરી ટ્રેન પાટા પરથી ઉતરી હોવાના સમાચાર મળી રહ્યા છે. બારગઢમાં માલગાડી પાટા પરથી ઉતરી હોવાની માહિતી મળી રહી છે. માલગાડીમાં ચુનાનો પથ્થર ભરાયો હતો અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ દુર્ઘટનામાં કોઈને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે રાત્રે થયેલી ટ્રેન દુર્ઘટનામાં 288 થી વધુ લોકોના મોત થયા છે. દેશની સૌથી ભયાનક ટ્રેન દુર્ઘટનાઓમાંની એક આ દુર્ઘટનામાં 1100 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર, ડુંગરી લાઈમસ્ટોન ખાણ અને ACC બારગઢના સિમેન્ટ પ્લાન્ટ વચ્ચે ખાનગી નેરોગેજ રેલ લાઈન છે. અહીં લાઇન, વેગન, લોકો બધું જ ખાનગી છે. આ ટ્રેક કોઈપણ રીતે ભારતીય રેલ્વે સિસ્ટમ સાથે જોડાયેલ નથી. આજે વહેલી સવારે તે રેલ્વે લાઇન પરથી ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના બની છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ભાજપમાં ટીકીટ વહેંચણીને લઇ આંતરિક કકળાટ સામે આવ્યો, નારાજગીને થાળે પાડવા સંગઠન કામે લાગ્યું..!!

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમ કેવડીયા ખાતે યોજાશે બે દિવસીય રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સ : આ મહત્વ ના મુદ્દાઓ ઉપર થશે ચર્ચા…!!!

ProudOfGujarat

Gnfc ઓવરબ્રિજ પરથી ઓટોરિક્ષામાંથી દારૂ – બિયરનો જથ્થો ઝડપી પડતી ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!