Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશન અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ મહિલા સહિત બે આરોપીઓને પાસા એક્ટ હેઠળ અલગ અલગ જેલમાં મોકલાયા

Share

આગામી રથયાત્રાના તહેવારને લઈ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ દ્વારા પ્રોહીબિશન તથા અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ બુટલેગરો વિરુદ્ધ ગુજરાત પરિવેન્સ ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (PASA) હેઠળ કાર્યવાહી કરવા સુંચનો આપવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશન અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ (1) અભિષેક ભરતભાઈ કહાર રહે. લોઢવાડનો ટેકરો ભરૂચનાને અમદાવાદની સાબરમતી જેલ તેમજ (2) હાજરા બીબી મહંમદ સિદ્દીક શેખ રહે, નારિયેલી બજાર ભરૂચ નાઓને પાસા એક્ટ હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલી આપતા અસામાજિક પ્રવૃતિ કરતા તત્વો સહિત બુટલેગરોમાં ફફડાટનો માહોલ છવાયો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઇ : 5 કરોડનાં વિકાસના કામો મંજુર.

ProudOfGujarat

મોરબી ACB ટીમે છટકું ગોઠવી લાંચ લેતા ત્રણ શખ્શોને ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચના પાંજરાપોળ પાસે ઇલેક્ટ્રિક મોપેડ સળગી ઉઠતા દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!