Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ નેશનલ હાઇવે ૮ ઉપર આવેલ અસુરીયા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત નીપજ્યું હતું.

Share

ભરૂચ

ને.હાઇવે નંબર 8 પર અાવેલા ભરૂચ તાલુકાના અસુરીયા ગામના પાટીયા પાસે એક અજાણ્યા વાહનની ટક્કરે એક મહિલાનું કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

Advertisement
બનાવની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારના રોજ રાત્રીના 9.45 વાગ્યાની અાસપાસ ભરૂચ તાલુકાના અસુરીયા ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરી જઇ રહેલા ભરૂચના ઝાડેશ્વર ગામમાં શ્રી નાથજી સોસાયટીમાં રહેતા શેજલબેન અલ્પિતભાઇ ચંદ્રકાંત પટેલ ઉ.વ. 37 ને કોઇક અજાણ્યા ફોર વ્હિલ વાહનના ચાલકે અડફેટે લેતા શેજલબેનને થયેલી ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યું હતું.
ઘટનાની જાણ થતા નબીપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતક શેજલબેનના મૃતદેહને પી એમ અર્થે  ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જે બાબતની ફરિયાદ નબીપુર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે અજાણ્યા ફરાર વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે..
હારૂન પટેલ

Share

Related posts

નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના મીઠીવાવ ગામની સીમમાં તથા અંકલેશ્વર મુકામે સગીર કન્યાનું અપહરણ કરી સાત દિવસ સુધી રાખી દુષ્કર્મ આચર્યુ.

ProudOfGujarat

માંગરોલ ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે તેજસ્વી મન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં માલજીપુરા નજીક બાઇક સવાર ઇસમનું કારની અડફેટે મોત.

ProudOfGujarat
error: Content is protected !!